Quotes by Suresh Ramanuj in Bitesapp read free

Suresh Ramanuj

Suresh Ramanuj

@suresh91


❛જો એ પૂછીલે મને, કે શું દુઃખ છે તને...
જો એ પૂછીલે તો પછી શું દુઃખ હોય મને!❜

"અધુરો પ્રેમ માણસને આખે આખો ખાઈ જાય છે"

मुझे ठीक से याद नहीं है कि मैने कब पढा था *पोथी पढ़ पढ़ जग मुआ पंडित भया न कोय *ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय*
अब पता लगा ये ढाई अक्षर क्या है।

*ढाई अक्षर के ब्रह्मा और ढाई अक्षर की सृष्टि*
*ढाई अक्षर के विष्णु और ढाई अक्षर की लक्ष्मी*
*ढाई अक्षर के कृष्ण और ढाई अक्षर की कान्ता।(राधा रानी का दूसरा नाम)*

*ढाई अक्षर की दुर्गा और ढाई अक्षर की शक्ति*
*ढाई अक्षर की श्रद्धा और ढाई अक्षर की भक्ति*
*ढाई अक्षर का त्याग और ढाई अक्षर का ध्यान*

*ढाई अक्षर की तुष्टि और ढाई अक्षर की इच्छा*
*ढाई अक्षर का धर्म और ढाई अक्षर का कर्म*
*ढाई अक्षर का भाग्य और ढाई अक्षर की व्यथा*

*ढाई अक्षर का ग्रन्थ और ढाई अक्षर का सन्त*
*ढाई अक्षर का शब्द और ढाई अक्षर का अर्थ*
*ढाई अक्षर का सत्य और ढाई अक्षर की मिथ्या*

*ढाई अक्षर की श्रुति और ढाई अक्षर की ध्वनि*
*ढाई अक्षर की अग्नि और ढाई अक्षर का कुण्ड*
*ढाई अक्षर का मन्त्र और ढाई अक्षर का यन्त्र*

*ढाई अक्षर की श्वांस और ढाई अक्षर के प्राण*
*ढाई अक्षर का जन्म ढाई अक्षर की मृत्यु*
*ढाई अक्षर की अस्थि और ढाई अक्षर की अर्थी*

*ढाई अक्षर का प्यार और ढाई अक्षर का युद्ध*
*ढाई अक्षर का मित्र और ढाई अक्षर का शत्रु*
*ढाई अक्षर का प्रेम और ढाई अक्षर की घृणा*

*जन्म से लेकर मृत्यु तक हम बंधे हैं ढाई अक्षर में।*
*हैं ढाई अक्षर ही वक़्त में और ढाई अक्षर ही अन्त में।*
*समझ न पाया कोई भी है रहस्य क्या ढाई अक्षर में।*
🙏🙏🙏🙏🙏

Read More

🚩🙏હે ભગવાન તે જે આપ્યું.. જે નથી આપ્યું.. અને જે આપી ને પણ પાછું લઈ લીધું એની કોઈ દિવસ ફરિયાદ નૈ કરું હું... પણ શું કરું હું માણસ છું ને..
કૈક મળે તો ખુશ થઈ જાઉં છું.. કોઈ પ્રિય પાત્ર મળી જાય અથવા તો કોઈ પાત્ર પ્રિય થઈ જાય તો તને ભૂલી જાઉં છું... અને એ પાત્ર છોડી ને જતું રે તો દુઃખી પણ થઈ જાઉં છું.. અને કોઈ ને કસુ કહી નથી શકતો એટલે તને કોસવા બેસી જાઉં છું..
કોઈ આપડા જીવન મા કેમ આવે છે.. શું કરવા આવે છે.. કેમ જતું રે છે.. શું કરી ને જાય છે.. એ બધું જ તારું જ આયોજન છે ને.. એવું બધું વિચારી ને હું તને કોસવા લાગુ છું.. તારા થી નારાજ થઈ જાઉં છું.. તારા માં થી આસ્થા ગુમાવી દઉં છું.. તું પથ્થર છે એવું માનવા લાગી જાઉં છું...
પણ હું કોઈ દિવસ એવું નથી વિચારી શકતો કે તે જે આ કર્યું એ વ્યાજબી જ કર્યું છે... તે અમુક વસ્તુ કરી ને મને સમય થી અને આ દુનિયા થી અવગત કર્યો છે એ હું વિચારી નથી શકતો. કેમ ખબર છે ? હું માણસ છું ને સંકુચિત સોચ છે મારી. દરેક વસ્તુ માં અને દરેક વ્યક્તિ માં હું સ્વાર્થ શોધું છું.. એટલે.
-----------
પણ હું સમજી શકું છું તારા દરેક આદેશ ને.. હું હમેંશા તારો આભારી રહીશ.. કેમ કે લોકો આપણ ને શું વાસ્તવિકતા બતાવે. તું જ અમને લોકો ની શું વાસ્તવિકતા છે એ બતાવે છે.. તમે જે આપ્યું છે એ તમારી મહેરબાની છે.. પછી આપવા માં એ વસ્તુ હોય કે વ્યક્તિ.. તમે જે નથી આપતા એ માં પણ તમારી જ મરજી હોય છે.. કેમ કે આખર તો હું તમારો જ છું ને.. તમે કશું આપી ને લઈ લો છો એ એક સલાહ, શીખ હોય છે અનુભવ હોય છે..
બસ તમે દરેક સંજોગો માં મારા જેવા દુનિયા ના દરેક મનુષ્ય ને જીવતા શીખવાડજો..
કેમ કે અત્યારે દરેક જણ એક પોતાની લડાઈ લડતા હોય છે... કોઈ કોઈ ને મળી જાય છે.. તો કોઈ કોઈ ને છોડી જાય છે.. કોઈ ની કોક વસ્તુ ખોવાઈ જાય છે તો કોઈ ની વ્યક્તિ ખોવાઈ જાય છે.. કોઈ ની ખોવાયેલી વ્યક્તિ જડી જાય છે.. તો કોઈ ની જડેલી વ્યક્તિ ખોવાઈ જાય છે..
બસ તમેં દરેક ને એવી હિમ્મત આપજો કે કોઈ તૂટી ના શકે.. કોઈ કોઈ ના જવાથી અસહ્ય પીડા ના મહેસુસી શકે.. રાત્રે શાંતિ થી સુઈ શકે અને દિવસે ખુશી થી રહી શકે...

🚩🙏ધન્યવાદ🙏🚩

Read More

।। प्रेम का भुखा सारा संसार है, और प्रेम के विरोध में भी सारा संसार ही है ।।

મને કોઈ પ્રેમ પર લખવા નું કહે તો... હું કસું નથી લખી સકતો.. કેમ કે પ્રેમ પર લખવું એટલે સ્મૃતિઓ ને ખંખેરવી, અનુભવો ના દબાયેલા મડદાઓ ને ઘોર માં થી ખોદી કાઢવા.... આ બધું કાર્ય પછી સ્વાભાવિક છે કે પ્રેમ પર લખ્યા પછી માત્ર વેદના સિવાય કશું જ હાથ માં નથી આવતું..
પ્રેમ થી મને કોઈ જન્મજાત દુશ્મનાવટ પણ નથી અને કોઈ પોતાનાપણા નો સંબંધ પણ નથી જ... પ્રેમ પાસે થી ઘણું બધું શીખી સકાય છે.. અને હું શીખ્યો પણ છું... પ્રેમ ના ચરમે મને વિભત્સતા દ્રેષ અને ઈર્ષા જેવી સૌથી વધુ ભૌતિક શબ્દો સીખ્વાડ્યા છે અને નફરત પણ...
સાચું તો એજ છે કે... હું જ્યારે જ્યારે રડ્યો પ્રેમ ના અભાવ માં કે પ્રેમ ના ભાવ માં જ રડ્યો છું..
સંવેદના જેવો વ્યર્થ બીજ પણ મેં રોપ્યા છે.. હું ક્યારેય પ્રેમ સાચા ખોટા નું અંતર માપી જ નથી સક્યો..
બસ પ્રેમ જોડે થી પક્ષપાત કરતા જ શીખ્યો છું..
પ્રેમ ને આધાર બનાવી ને મેં મિત્રો બનાવ્યા.. અને એ મિત્રો માં થી સર્વશ્રેષ્ઠ મિત્ર ને શોધી પણ કાઢ્યા..
મેં માત્ર ભગવાન ને પ્રેમ થી સંબોધી ને આખી દુનિયા ને ધુત્કાર ની દ્રષ્ટી થી જોવા લાગ્યો..
પુણ્ય હંમેશા પાપ થી ઉપર છે એવું હું માનતો આવ્યો..
પ્રેમ ના બદલા માં પ્રેમ ચાહ્યો.. પણ મને પ્રેમ ના બદલામાં માત્ર ધ્રુણા અપમાન અને ઉપેક્ષા જ મળી..
મને પ્રેમ સાગર માં તરતા નથી આવડતું.. બસ હું તો ડૂબવા માં જ માનું છું..
મેં પ્રેમ ને જેવો મહેસુસ કર્યો એવો જ મેં વર્ણવ્યો છે.. કોઈ દિવસ બીજા ની દ્રષ્ટી થી વર્ણવા ની કોશિશ નથી કરી..
મેં પ્રેમ ની કેટલીય પરિભાષાઓ આપી છે...
મેં પ્રેમ ને અપેક્ષાઓ ના ત્રાજવા માં તોળ્યો છે...
મેં પ્રેમ માં લેવા-દેવા ની અને સૌદાબાજી કરવા નું પણ શીખ્યો છું..
જેમ એક પાખંડી ધર્મ ના પ્રચારક ની જેમ..
પ્રેમ ને પ્રેમ કહી ને હું વર્ષો થી વાહ-વાહી જ લીધી છે..
અને હું આવી રીતે ભાવનાઓ ના બઝાર માં પ્રેમ નો વહેપારી બની ગયો છું..
પણ સાચું તો એજ છે કે હું આખું જીવન પ્રેમ ના નામ થી ઠગાયો છું..
અને પ્રેમ ના ચિકણા રસ્તા પર વારંવાર લપસી પણ પડ્યો છું...
મેં મારા પ્રેમ ને બીજા ઉપર ઉપકાર ની જેમ નાખી દીધો છે... અને બદલા માં મેં એમનો પ્રેમ ચાહ્યો.. પણ મને શું મળતું માત્ર ઉપેક્ષા જ...
લોકો પ્રેમ કરી કરી ને બદલાતા રહ્યા અને હું સ્થિરતા માં સ્થિર થતો રહ્યો..
પહેલા મેં દુખી થવા નું શીખ્યો અને પછી દુઃખી રહેવા નું શીખ્યો છું આ પ્રેમ પાસે થી જ..
અને આવી રીતે પ્રેમ બિંદુ થી શરૂઆત કરી ને, દુઃખ,અવસાદ,ઉપેક્ષા, અપમાન, અવિશ્વાસ, નિરાશા, નફરત અને ધ્રુણા સુધી ની લાંબી સફર સર કરી છે.. અને અંતતઃ પ્રેમ માં લુપ્ત ઈશ્વર ને પૂજતા પૂજતા હું પ્રેમ રૂપી નાસ્તિક થઇ ગયો છું...
આ મારા ખુદ ના પ્રેમ ની પરિભાષા છે...

Read More

Please Share your Thinking.