સંકટ આ એક એવો ટોપિક છે જેના વિશે એ જ લખી શકે કે જે એમાંથી પસાર થયું હોય. કારણકે અનુભવ વગર તો કઈ લખી જ ના શકાય બરાબર ને ??? અને 99.99 સંકટો માણસે જાતે જ ઉભા કરેલા હોય છે.
જ્યારે માણસ સંકટ માં હોય ત્યારે 2 વાત બને ક્યાંતો માણસ નેગેટિવ થાય યાતો એ પોઝિટિવ થાય.
હું ચોક્કસ એવું માનું છું કે દરેક પરિસ્થિતિ માં પ્રભુ આપણી સાથે હોય છે. અને દરેક ને પોતાનું સંકટ/તકલીફો વધારે વધારે જ લાગે.
સંકટ ના વિવિધ પ્રકાર હોય છે જેમકે નાણાંકીય સંકટો, સંબંધો વિશેના સંકટો, ભણતરના સંકટ......વિગેરે. એ ખરાબ સમય માં માત્ર માણસ જો પોતાના પર વિશ્વાસ રાખે અને બીજું કે દરેક પોતાની અંદરનો આત્માનો અવાજ જો સાંભળે તો એને પરિસ્થિતિ માં થી બહાર નીકળવાની રસ્તો મળે જ છે અને જે સાંભળી ને બી ના સાંભળે એ વ્યક્તિ સંકટો ના વાદળ માં અટવાયા કરે છે.
સંકટ માંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે "સમય". જો માણસ પ્રભુ અને પોતાના આત્મા ના અવાજ ને સાંભળી સમય પસાર કરી શકે એ માણસ ને રસ્તો આપો આપ મલી જ જાય છે. આ મારો અનુભવ છે મેં પહેલા જ કીધું હતું ને કે કોઈ પણ અનુભવ વગર ના લખી શકે.
બી પોઝિટિવ ઓલ્વેઝ....
✍✍✍✍શેફાલી ત્રિવેદી😊
#સંકટ