***** જીવાય ગઈ *****
આંખ મારી ખુલીને બિડાઈ ગઈ,
ને સ્વપ્નવત્ જીંદગી જીવાય ગઈ.
હું ખોવાઈ હતી વિચારો માં ને,
આખેઆખી જીંદગી વંચાય ગઈ
.
મેં સંસ્મરણો વાગોળ્યા કર્યા ને,
તેમની પ્રીત બદલાઈ ગઈ.
એમ કહી ને નહીં છટકી શકાય
કે નાદાની મા જીંદગી જીવાય ગઈ.
સત્ય છે જીંદગી નું એવું કહેવામાં
આખેઆખી જીંદગી ખર્ચાઈ ગઈ.
જીંદગી ના ચડાવ ઉતાર મા જ
રહી સહી જીંદગી જીવાય ગઈ.
બિંદીયા જાની (તેજબિંદુ)
માધાપર - ભુજ
#પૂછપરછ