Dt. 30.7.20 ગુરુવાર
: આજ નો મંત્ર :
આપણા ત્યાં કહેવત છે "માગ્યા વગર મા પણ ના પીરસે "
મિત્રો, કોઈપણ કામ કે વસ્તુ ની જરૂરિયાત માટે માંગણી કરવી અગર કામ માટે રજુવાત કરવી તે એક કળા છે. પરંતુ આપણે માંગણી કે રજુવાત વિવેક પૂર્ણ ના કરી એ ત્યાં સુધી સામેની વ્યક્તિ ને ખબર ના પડી શકે. હા ચોક્કસ ક્યાંક આપણો અંગત સ્વાર્થ સમાયો હોય અને વિવેક પૂર્ણ રજુવાત ના કરી એ તો કાર્ય પૂર્ણ ના થઈ શકે.
કદાચ માંગણી કે રજુવાત માં હદ માં હદ શુ થાય. ના પાડે.. તો ok કહી, તેને હસતા હસતા સ્વીકારી લો. નુકસાન તો નહીજ જાય.
" માગે તેને મળે "
યોગ્ય સમયે રજુવાત કે માંગણી કરવા માં ના આવે તો તે સમય અને તક જતી રહે છે. ખરીદી કરવા જઈ એ ત્યારે આપણા બજેટ મુજબ સારી વસ્તુ માંગી શકાય. રેસ્ટોરન્ટ મા સારી સર્વિસ ની માંગણી કરી શકાય. સરકાર જોડે ઉત્તમ સેવાઓ ની માંગણી કરી શકાય. કામ કરવા ની જગ્યા એ માલિક જોડે સ્વચ્છતા, સારા વાતાવરણ કે જરૂરિયાત ની માંગણી કરી શકાય. યોગ્ય સમયે વળતર ની પણ રજુવાત કરી શકાય.
માંગશો તો સમય આવ્યે મળશેજ.
પરંતુ મિત્રો યાદ રાખજો
ક્યારેક
"ના માગે પણ દોડતુ આવે "
જય ગુરુદેવ.જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી