Gujarati Quote in Jokes by Shefali

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાર ત્રણ મિત્રો એક મિત્રના ઘરે ભેગા થયા. વાતવાતમાં ચર્ચા ચાલી કે કોણે શું સૌથી વધુ હિંમત વાળું કામ કર્યું છે.

એક મિત્રએ કહ્યું કે, એણે જંગલમાં સિંહને લડાઈ માં હરાવ્યો હતો.

બીજા મિત્રએ કહ્યું કે, એ એક ભૂતિયા બંગલામાં આખી રાત એકલો રહ્યો હતો.

ત્રીજા મિત્રએ કહ્યું કે, એકવાર એની પત્ની ઘરમાં પોતા મારતી હતી અને એ એમાં ચાલ્યો હતો.

પેલા બંને મિત્ર પહેલા તો અહોભાવથી એને જોઈ રહ્યા પછી એકબીજા સામે જોયુ અને આંખના ઇશારાથી કઈક વાત કરીને ત્રીજા મિત્રને ખોટું બોલવા પર ઝૂડી નાખ્યો. 🙃

સાંભળેલો..🙏🏼

#હિંમત

Gujarati Jokes by Shefali : 111506615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now