Quotes by Padmaxi in Bitesapp read free

Padmaxi

Padmaxi

@padmaxi
(177)

છો લાખ મનડું દુભાવે,
સરળતા ને સહજતા બધાને માફક ના'વે.
- Padmaxi

લાગણીશીલ હોવું એ તમારી નબળાઈ નથી
પણ લાગણીનો દુરુપયોગ કરનારા માટે ડંડાઈ ખરી.
- Padmaxi

મને કંઈ સમજાતું નથી ની ચિંતા છોડો,
સમય
સમયસર બધું સમજાવી જ દે છે.
- Padmaxi

જો એણે વરસવું જ હોય તો એને કેમ રોકી શકો?
તે પછી પ્રેમ હોય ,
વ્હાલ હોય
કે વાદળ⛈️
- Padmaxi

સંબંધોમાં ચાલાકી જે વાપરે
અંતમાં તે નહીં દેખાય ઘરમા,ં
જડે કોકના છાપરે.
- Padmaxi

જે સાવ ખોટા છે ને સખી
મૂખોટા તેને જ શોભે છે.
- Padmaxi

એની આદતથી સૂપેરે વાકેફ છું હું,
છતાં આંખ આડા કાન કરી લઉં છું
સંબંધની એક ગરિમા હોય છે,
એ વાતથી એ સાવ અજાણ છે સાહેલી
- Padmaxi

Read More

જયાં સંબંધની લંબાઈ વધી જાય
ત્યાં શબ્દોની સંખ્યા આપમેળે ધટી જાય.
- Padmaxi

સ્વાર્થનો કોઈ વિશિષ્ટ સ્વર નથી હોતો
છતાંય સ્પષ્ટ સંભળાય જાય છે
સમજાય જાય છે.
- Padmaxi