ગુરુ
જે તમારા અજ્ઞાનરૂપી અંધકાર ને, દુર કરી જ્ઞાન નો પ્રકાશ પાથરી દે, જીવન ને પ્રેમ સ્વરૂપ બનાવી દે. જીવન ના તમામ પ્રશ્નો નું સમાધાન કરી દે. તમારા મન બુધ્ધિ ઈન્દ્રિયો ને આધ્યાત્મિક દિશામાં વાળી દે. એ બ્રહ્મજ્ઞાની છે.એવા આદરણીય આત્મજ્ઞાની ના શ્રી ચરણોમાં વંદન.
ગુરુ એટલે મોટો, વિશાળ, દિશા માર્ગદર્શન આપનાર,
ગુરુ અને લઘુ શાબ્દિક ભેદ છે, વાસ્તવિકતા માં બન્ને એક જ છે, લઘુને ગુરુ બનાવી પુર્ણતા માં સ્થાપી દે એ જ સાચો ગુરુ.જે જીવન જીવવાની જડીબુટ્ટી આપેછે. આનંદ મય અનુભૂતિ કરાવે છે. હકારાત્મક અભિગમ શીખવે છે.એ મહાન ગુરુ છે.
ગુરુ પૂર્ણિમા ,વ્યાસ પૂર્ણિમા નું મહાત્મ્ય ઘણું છે. એવા મહાન આત્મા ઓ જેમણે ગુરુપદ નિભાવવા જીવન સમર્પિત કરી દીધું . એમના શ્રી ચરણોમાં વંદન કરીએ.
પરંતુ આજ કાલ ધર્માંધતા ને કારણે લેભાગુ ગુરુ નો રાફડો ફાટયો છે, એમના દુષ્કર્મ ના કારણે ધાર્મિક પ્રજા દુઃખી થાય છે
જ્ઞાન નો વેપાર બની ગયો છે.મંદિરો તિજોરી બની ગ ઈ છે,
એવા ગુરુ જનો મોજમજા મસ્તી અને એમના સંતાનો સંયમ છોડી એશઆરામ ને વૈભવી જીવન જીવે છે. ત્યાગ તપસ્યા ને કોઈ લેવાદેવા નથી. એવા ગુરુ ઓથી ચેતજો.આ કળીયુગમાં
સાચા અર્થમાં ગુરુ મળવા મુશ્કેલ છે.અને જગત ને એનો પરિચય આ કાળમાં થયો છે જ.
ગુરુ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. નિર્મળ , નિર્લેપભાવે
ત્યાગી અને વૈરાગ્યની ચરમ સીમા પર હોય છે.ભલે ગૃહસ્થી હોય પરંતુ નિર્લેપ અને નિષ્કામ હોય તેજ પરમગુરુ હોય છે.
જે કદી સંગ્રહ નથી કરતા, આશ્રમ ને વાડા પણ નથી બનાવતા
ફક્ત લોકોનુ કલ્યાણ થાય એજ એમનું ચરિત્ર હોય છે.એવા
પરમ ગુરુ સદભાગ્યે જ મળે છે.
એમના શ્રી ચરણોમાં વંદન કરીએ.
ૐ ગુરુ ૐ
સર્વ ને ગુરુપૂર્ણિમા ની વધાઈ