અઘરામાં અઘરો દાખલો પણ સહેલો થવા લાગે,
જ્યારે આપણા સરળ દેખાતા સંબંધ અઘરા થતા જાય.
હાહાહા,,,,,,,આવું બધું લખવામાં જાણે હૃદયના ટુકડા થઇ ગયા હોય એવું લાગે છે,અને હસવું પણ આવે છે.
હસવું એ માટે આવે છે કે શું આપણે મૂર્ખ છીએ કે સંબંધ દગો દઈ જાય છે,કે એ આપણને મૂર્ખ સમજી રમાડી જતા હોય છે.???
લોકોના દુઃખ દર્દ,મસ્તી મજાક,સંબંધો નામે કટાક્ષ વાંચીને એમ થાય કે માણસ કેટલો ભોળો છે,પણ જ્યારે એજ માણસ ચતુરાઈ કરી જાય ત્યારે,એમ થાય કે આને ઓળખવો બહુ મુશ્કેલ છે.
પણ ખરેખર ઈશ્વર ન દેખાવા છતાં પણ તેના પર વિશ્વાસ કરવો સહેલો છે,પણ માણસ દેખાતો હોવા છતાં ખાતરી કર્યા વગર વિશ્વાસ ન મૂકી શકાય,કારણ કે એની પાસે એક દિમાગ છે,બુદ્ધિ છે,સમજણ છે,ઈચ્છાઓ છે,લાલસા છે,જે એના માટે સંબંધો કરતા પણ વધુ મહત્વના હોય છે.
પણ હું એવું માનું છું,માણસ સાથે સંબંધ રાખો દિલથી રાખો,હું તો કહું છું કે જો એના પર વિશ્વાસ હોય તો એના નામે કુરબાન પણ થઇ જાવ,પણ જ્યાં સુધી એ તમારી સાથે છે ત્યાં સુધી,એના ગયા પછી એના નામના આંસુ ન પાડો,કારણ કે જેમ તમે એને મળ્યા એમ એને બીજા પણ મળશે,અને તમને એ મળ્યા એવા બીજા તમને પણ મળશે,આ દુનિયા બહુ મોટી છે,અહીં કશું કાયમ નથી રહેતું.તો સંબંધ કેમના રહે?.....
જે તમારું છે એતો તમે એને જેટલું પણ હેરાન કરશો તકલીફ આપશો તો પણ એ તમને છોડવાનું નથી,અને જે તમારું છે જ નહીં,એને દુનિયાની ગમે એટલી ખુશીઓ આપશો તો પણ એની હદ હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે પછી સમય આવતા એ રસ્તો બદલી નાખશે.
(કોઈના માટે રડવું એ તમારી મૂર્ખતા છે,લાગણી નથી,લાગણી હોય તો એના માટે તમે હમેશા તત પર રહો ભલે એ તમારી સાથે નથી પણ તમારી સામે હાજર છે આ સંબંધ છે,વાતો અને રસ્તો બદલી જાય પણ જે વિશ્વાસે સંબંધ બાંધ્યો હોય તે કદી ન છૂટે આનું નામ માણસાઈ)
"સંબંધ નામે રડવાનું બંધ કરો"😂😂😂😂😂
dp,"પ્રતીક"