Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝેન એટલે કે ધ્યાનની અવસ્થા. કહેવાય છે ને કે 'The less rigid your body, the more powerful your presence.' આ ત્યારે જ શક્ય બને જ્યારે તમારી આંતરિક માનસિકતા એકદમ સ્વસ્થ હોય. જેની માનસિક શાંતિ ખૂબ ઊંચી હોય છે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને વિચલિત થવા દેતા નથી. આ ઝેનની સ્થિતિમાં રહેવું એ બધા માટે શક્ય નથી.
માનસિક સ્ફૂર્તિ માટે ઝેનની સ્થિતીમાં રહેવું પડે છે. બૌદ્ધ ધર્મમાં ધ્યાનનો જે મહિમા વર્ણવ્યો છે તે બધાએ જાણવા જેવું છે. બૌદ્ધ ધર્મના લોકો આખી દુનિયામાં સૌથી શાંત ગણાય છે. આ લોકોએ ધ્યાન, મેડિટેશનને પોતાના રોજિંદા જીવનનો એક ભાગ બનાવી દીધો છે.
કોઈ વ્યક્તિ ગમે એટલા વિડીઓ જુએ, પ્રવચનો સાંભળે, ધ્યાન ધરે કે અન્ય કોઈ પદ્ધતિ અપનાવે, પણ જો એ માનસિક સ્થિરતા જાળવીને પરિસ્થિતી પ્રમાણે સંતુલન ન જાળવી શકે તો કોઈ ઝેન સ્થિતી એનાં કામમાં આવતી નથી.

#ઝેન

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111492798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now