Gujarati Quote in Whatsapp-Status by Vijay Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘કહીં આગ ન લગ જાએ’

શરતચૂકથી બરતરફ કરાયેલા બે-ગુનાહ બરફના તુષ્ટિગુણને અગ્નિદાહ
આપવાના ગુન્હા સબબ આજીવન પ્રાયશ્ચિતની અગનજાળમાં બળતાં
શીતળ સ્નેહના સ્નેહીની પળે પળની ચિત્કારનો ચિતાર એટલે....

મારી દ્વિતીય નવલકથા

‘કહી આગ ન લગ જાએ’

આપ સૌ મિત્રોને જાણીને આશ્ચર્ય થશે કે આ નવલકથાનું બીજ ‘ક્લિનચીટ’ની પૂર્વભૂમિકાનાં પૂર્વાર્ધ જ રોપાઈ ચુક્યું હતું, એ પણ શિર્ષક સાથે.

‘ક્લિનચીટ’ ના મહદ્અંશના પ્રતિભાવથી પ્રભાવિત થઈને અને તેના વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને એક નક્કર દાવા સાથે નિવેદન આપવા જઈ રહ્યો છું કે...

આપ “ક્લિનચીટ’ નવલકથાને શતપ્રતિશત ભૂલી જશો.

‘કહીં આગ ન લગ જાયે’

કાગળ પરના અવતરણ પહેલાં હું કહી શકું કે આ મારા જીવનની સર્વોત્તમ કૃતિ બની રહેશે. કદાચ આ નવલકથા પછી, હું કશું પણ નહી લખી શકું, તો તેનો મને રતિભાર પણ રંજ નહી રહે!

‘ક્લિનચીટ’ ની સર્જનયાત્રાનાં સમયગાળામાં મને સૌથી વધુ નિરંતર પોરસ ચડાવીને લખવાગ્રસ્ત કર્યો હોય તો આ વાર્તાની કથાવસ્તુએ.

શાયદ આપ મારી વાત સાથે સહમત નહીં થાઓ કે આ નવલકથાનું કથાબીજ ફક્ત એક જ લીટીનું છે,

અને એ એક લીટીના શબ્દમંત્રને એક શબ્દયોગીની શબ્દસાધના સમજીને રટેલા જાપ પછી એ એક લીટીનું શબ્દબિંદુ આજે સિંધુસાગરના વ્યાપમાં તેના નવલકથા સ્વરૂપના અવતરણ અવસરે હું નત મસ્તક વંદન કરીને એટલું જ કહીશ કે...

મારા ચિત્તથી ચિતરેલા શાશ્વત શબ્દસ્વસ્તિકને સૌ વાચકમિત્રો આપના આશિર્વચનના અક્ષતથી અવિરત વધાવતાં રહેશો એવી અભ્યર્થના.

નવલકથાનું સ્તર મારી દ્રષ્ટિએ સ્હેજ પણ નિમ્ન કક્ષાની સપાટીથી નીચું ન ઉતરે અને કયાંય પણ સ્હેજે એ બાંધછોડ કરવાની વૃતિથી દૂર રહીને એક અવિસ્મરણીય દીર્ધકાળ સુધી વાચકોના માનસપટલ પર અજરાઅમર પાત્રોની છબી અંકિત કરવા માટે....

‘કહીં આગ ન લગ જાયે’

દૈનિક નહી પણ, એક સાપ્તાહિક નવલકથા સ્વરૂપે આગામી રવિવાર તારીખ ૨૪/૦૫/૨૦૨૦ ના રોજ પ્રથમ પ્રકરણથી શુભારંભ કરવા જઈ રહ્યો છું.
પ્રત્યેક રવિવાર.


‘કહીં આગ ન લગ જાયે’

અપેક્ષા રાખું છું કે ‘ક્લિનચીટ’ ના વાચકો સાથે સંકળાયેલા, એ સહજ શબ્દસ્નેહ સાથે, આ નવલકથાના શબ્દસેતુના માધ્યમ થકી ફરી એકવાર સાક્ષાત થવાના અવસરનો અભિલાષી છું.

આપણે મળવા આવી રહ્યા છે.

મીરાં રાજપૂત
મિહિર ઝવેરી
મધુકર વિરાણી અને
કબીર કામદાર

૨૪/૦૫/૨૦૨૦
રવિવાર

વિજય રાવલ

આભાર.

Gujarati Whatsapp-Status by Vijay Raval : 111440055
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now