The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happy Woman's Day.
એએએએએએએએએ....લ્યો આવી ગયું. જે પુસ્તકની સૌ વાચકમિત્રો ચાતકની માફક રાહ જોઇ રહયા હતા એ પુસ્તક ' નાગપાશ ' આવી ગયું. હવે ફક્ત https://wa.me/919825364484 પર ક્લિક કરો અને ઘરે બેઠા ' નાગપાશ ' ના વાંચનનો આસ્વાદ માણો. Parakh Bhatt
Thanks to all.
‘બાઝાર’ આવો.... આવો સાહેબ, તમને ઝાંખી જ્યોતના તેજની ઝાંખી કરાવું નરમ ત્વચાની ગરમ ગુજરીની તંગ, નિર્લજ્જ ગલીઓ અને મજબુર અને મજબૂત માર્કેટની માદક મહેંકમાથી પસાર કરતાં લઇ જાઉં સુર્ખ લાલ હોઠ ભીંસી, ટુંટીયું વાળીને બેઠી કોઈ ચૌદ વર્ષની માસૂમ મજબુરીથી મુલાકાત કરાવું તમે.. કોટ, મફલર ટોપી અને તમારું ‘ઝમીર’ બહાર ઉતારીને અંદર દાખલ થાજો કોમળ અને ગોરી ચમડી છે, એટલે... દામ થોડા ઊંચાં કહેશે..પણ તમે જરા કમર કસીને ભાવતાલ કરજો તમારી ચરબીની ગરમી સામે ગજવાનીની ગરમી ટૂંકી પડે તો ફિકર ન કરતાં તેનાથી બે યા ત્રણ વર્ષ મોટી તેની બહેન હાજીર છે તેને વીખીને રાત વિતાવજો બસ તમ તમારે ખિસ્સું હળવું કરો અને બિસ્તર ગરમ કરો અને રૂપિયા સિવાય કોઈ અન્ય પ્રલોભનનો પ્રસ્તાવ મુકે તો.. જડી દેજો તમાચો તેના ગાલે શું.. શું વિચાર કરો છો સાહેબ..? જરા ઝપટ કરો.. રાત ટૂંકી છે અને બહાર જીસ્મના જાણકારોની કતાર લાંબી છે તમારી આંખોમાં ઉતાવળ જોઈને મને તો લાગ્યું કે તમે ઘણા સમયથી તરસ્યાં લાગો છો ? કોઈ તાજા ગુલાબને મળવા કે મસળવાના મનસૂબા લઈને આવ્યાં હો તો માફ કરજો.. અહીં તો સૌ ચૂંથાયેલા ચામડા છે મારું કામ તો બસ સેટિંગ સુધીનું જ છે અને ભૂખ તો ભૂખ છે સાહેબ.. એમાં કદ અને કાયા અને ઉમ્ર અને શું લેવા દેવા ? તમને જો કોઈ સ્પેશિયલ આઈટમ ટેસ્ટ કરવાનો અભરખો હોય તો સામે એક કડક માલ છે, માલમાં કોઈ ડિફેક્ટ પણ નથી પણ, તેના ચહેરા પર ઘાવનું નિશાન છે છાતી પર ડામના દાગ છે મનગમતાં તનોરંજનમાં બળજબરી કરતાં કોઈ ગ્રાહકે છેવટે સિગરેટના ડામ આપીને તેના વિકૃતિની તરસ છીપાવી'તી પણ તમે આટલી ચુપકીદીમાં કેમ આટલાં ઘૂંટાઈ રહ્યાં છો.. મારો ભરોસો રાખો, તેના રોમે રોમમાં હુન્નર છે એ પછી.. સાહેબે કોટના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો.. આંખો ઝળઝળિયાંથી છલકાઈ ગઈ.. ગળે ડૂમો બાજી ગયો ધ્રુજતા હાથે, કાંપતા સ્વરે, રડું રડું થઈ ગયેલાં સાહેબે તસ્વીર બતાવતાં પૂછ્યું... આઆઆ.....આને જોઈ છે કયાંય ? જરા ધ્યાનથી જો.. આઆ...આ મારી દીકરી છે વિજય રાવલ ૨૦/૦૮/૨૦૨૨
ઈ-મેઈલ અને એસએમએસના સમયમાં પણ બાવીશ રૂપિયાની સ્ટેમ્પ ટીકીટથી સુસજ્જિત રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલેલું પરબડીયું ટપાલીએ પકડાવ્યું જયારે મારા હાથમાં... ત્યારે... સરનામાંની જગ્યાએ વાંકાચૂંકા અક્ષરો જોઇને જ ઉપસી આવ્યો સ્મૃતિપટલ પર એ ચહેરો એ ઝઘડા એ બકબક એ મારપીટ અતીતના પડદે પડવા લાગ્યાં એક એક દ્રશ્યો.. ચલચિત્રની માફક એનો એ માસૂમ ચહેરો બે ચોટલી વાળેલી અને એમાં ભરાવે લાલ, ગુલાબી કલીપ મનગમતું ફ્રોક પહેરી મુખડું ઉઘાડવા ૧૦૦ ગ્રામ પાઊડર લગાવીને મને પૂછે.. ભાઈ.!! હું કેવી લાગુ છું ? સમજી ગયો એક ઇંચ સુતરના દોરાની રાખડીમાં એકની એક બેનડીનું મણ એકના વ્હાલનું વજન હતું પરબીડિયામાં રાખડી સાથે હતી ચબરખી “ભાઈ... ભાભી પાસે રાખડી બંધાવી લે જો મીઠાઈ મંગાવી લે જો “ કેટ કેટલું, એક સામટું લાગણીનું પૂર સમેટીને લાવ્યું’તું ચાર ઇંચનું પરબીડિયું. બંધાઈ રક્ષા બંધને, ને તૂટ્યા અશ્રુબાંધ. #Kavydrishty -વિજય રાવલ
શું સાચું અને શું ખોટું ? શું યોગ્ય અને શું અયોગ્ય ? શું સત્ય અને શું અસત્ય ? આ તફાવત વચ્ચે ભેદરેખા અંકિત કરનાર અધિકારી કોણ ? કોઈને મારાં ટી-શર્ટનો રંગ પસંદ પડશે તો કોઈને તે ટી-શર્ટની ફેશન નાપસંદ પડશે મારી ત્વચા કાળી લાગે કોઈને, તો કોઈને શ્યામવરણી.. જે નથી પૂર્ણસત્ય કે નથી પૂર્ણઅસત્ય.. એ તફાવતના મધ્યની તરફેણ કોણ કરશે ? કોઈને આલિંગનમાં જ્ક્ડ્યાની વેળાએ, કોઈને વિચારોમાં જકડવું યોગ્ય છે ? જે આલિંગનમાં છે, તે યોગ્ય નથી, તો.. જે વિચારોમાં છે, તે કઈ દ્રષ્ટિ એ અયોગ્ય ? માંહ્યલો વારંવાર એનું નામ રટણ કર્યા કરે... જેના તમે હક્કદાર નથી અને અનાયસે તેનો સાક્ષાત્કાર થાય... ત્યારે તેને નજર અંદાઝ કરવું કેટલું નામંજૂર અને યોગ્ય છે ? અને એ નજર સમક્ષ છે તો કેમ છે ? ક્ષણભર તેને નિહાળવું અયોગ્ય છે તો.. યોગ્ય શું છે ? આ નિર્ણયનો અધિકારી કોણ ? જો ચોરી કર્યાની સજા મળે તો, દલડું દુખાવ્યાની સજા પણ ફટકારવી જોઈએ ન્યાયાલય ઘર તોડવાની સુનાવણી કરે છે, તો ઘરસંસાર છિન્નભિન્ન કરે તેવી સજાની પણ જોગવાઈ હોવી જોઈએ કોઈ એક વ્યક્તિને ચિક્કાર પ્રેમ કરવો યોગ્ય છે, અને જો એ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં છે તો.. તેને અયોગ્ય માનવું કેટલું યોગ્ય છે ? અને એ વ્યક્તિ યોગ્ય છે, તો હું શા માટે અયોગ્ય છું ? આ યોગ્ય,અયોગ્ય વચ્ચે કશુંક હશે ? સ્ત્રી સાલમતીની જરૂર નથી તો, સ્ત્રીનું બંડ પોકારવું અયોગ્ય છે ? નિર્ભય બનીને જીવવું અયોગ્ય છે તો રોજ મરી મરીને જીવવું યોગ્ય છે ? આજીવન માત્રને માત્ર કોઈ એક વ્યક્તિને ચાહતા રહેવું યોગ્ય હોય તો.. અમ્રિતાનો સાહિર પ્રત્યેનો અયોગ્ય હતો ? અને ફ્કત ને ફક્ત કોઈ એક વ્યક્તિ માટે જીવનભર ઝુરાપો ઝંખવો અયોગ્ય છે, તો શું અમ્રિતા માટે ઈમરોઝનો પ્રેમ અયોગ્ય હતો ? જો સ્વાર્થ પ્રેમને નષ્ટ કરે તો, પ્રેમની ઉપજનો ઉદ્દેશ શું ? સૌને મરજી મુજબની જિંદગાની જીવવાની આઝાદી છે. તો.. સદીઓથી કરુણાંત પ્રેમ કિસ્સાના કિરદાર કોણ નિભાવ્યે જાય છે ? જો ઈશ્કને ઈબાદતનું નામ આપ્યું તો.. ધર્મના નામે કેમ ફંટાઈ જાય છે ? સાચા છે કે ખોટા... ? આવા દાખલા પુરવાર કરનારનો દાવેદાર છેવટે કોણ ? -વિજય રાવલ ૨૩/૦૭/૨૦૨૨
ख़ुशियाँ ही ख़ुशियाँ हों दामन में जिसके क्यूँ ना ख़ुशी से वो दीवाना हो जाए? માતૃભારતી પ્લેટફોર્મ પર વર્ષ ૨૦૨૧ માં સૌથી ડાઉનલોડ ધરાવતા સો ગુજરાતી ભાષાના લેખકોની સૂચીમાં ૧૩ મું સ્થાન.. આ અનન્ય ઉપલબ્ધી માટે સૌ પ્રથમ સદૈવ નત્ત મસ્તક આભારી રહીશ.. મારી મમ્મીનો... મારી જીવંતતા અને સર્જકતા મમ્મીના અવિરત આશીર્વાદ વિના અકલ્પનીય છે. ફક્ત લખવું નહીં..પણ વાંચવા લાયક અને દીર્ઘ કાલીન યાદગાર લખી શક્યો તે વાતનો આનંદ છે. ફરી એકવાર દેશ વિદેશના સેંકડો વાચકમિત્રો,સ્નેહીઓ, શુભેચ્છકો, પરિવારજનો.... અને ખાસ કરીને મારી બન્ને દીકરીઓ નેહા અને ખુશ્બુએ મને આપેલા છાના છપના સહકારનુ મારી આજની આ ઓળખ માટે ખૂબ મોટુ યોગદાન છે. વંદન સાથે સૌનો નત્ત મસ્તક આભાર.... વિજય રાવલ ૧૫\૦૭\૨૦૨૨
ક્ષમાયાચના... નવલકથાનો આરંભ માતૃભૂમિ ભારતમાં થયો પણ.. અચાનક પરદેશ ( બ્રિટન ) આવવાનું થશે એવો સહેજે ખ્યાલ નહતો એટલે હવે નવલકથાનો અંત વિદેશમાં આવશે એ તો નક્કી છે . અહીંની અતિ વ્યસ્ત સમયની ઘટમાળમાંથી સમય ચોરીને મધ્ય રાત્રિ સુધી લખીને પણ નિયમિત છ પ્રકરણ લખી શક્યો છું, પણ હવે શક્ય નથી.. એટલે...સપ્તાહમાં દર સોમવારે એક પ્રકરણ નિયમિત અપલોડ થશે.. નવલકથાના અસંખ્ય નિયમિત વાચકરસિકોની રસધારા અવિરત જળવાઈ રહે એ હેતુને બર લાવવા અદ્ધવચ્ચેથી નવલકથા અધૂરી મૂકવાનો વિચાર પડતો મૂકીને સપ્તાહમાં એક પ્રકરણ આપવાનું મને મુનાસીબ લાગ્યું . સૂચન આવકાર્ય છે . આભાર...
https://shopizen.page.link/8ypF
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser