વેબગુર્જરીમાંથી સાભાર 🙏
(7) “ઈશ્વર અલોપ થઈ ગયો”
ગાંધીજી જ્યારે બીજી વખત દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે દરિયામાં આવેલા તોફાનની વાત તેમણે “તોફાનના ભણકારા” નામના પ્રકરણમાં કરી છે. ગાંધીજી અહીં લખે છે કે “તોફાનનું દૃશ્ય ભવ્ય હતું દુ:ખમાં સૌ એક થઈ ગયા. હિંદુ મુસલમાન બધા સાથે મળીને ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કેટલાકે માનતાઓ માની. પરંતુ ચોવીસ કલાક પછી વાદળો વિખરાયા અને કપ્તાને તોફાન ગયાની વાત કરી.” તોફાન ગયાના સમાચાર જાણતા જ મુસાફરોના માનસમાં આવેલા પરિવર્તનને ગાંધીજીએ “ઈશ્વર અલોપ થઈ ગયો “ એવા એક જ વાક્યમાં કહી દીધું. આગળ તેઓ કહે છે કે “ મોતનો ડર ગયો તેની સાથે જ ગાનતાન શરૂ થયા નિમાજ અને ભજન ભૂલાયા” આપણા મોટાભાગના લોકોની ઈશ્વરપ્રીતિ કાંઇક આવી જ હોય છે.
( આ લેખ લખવા માટે – સત્યના પ્રયોગો અથવા આત્મકથા , લેખક મોહનદાસ કરમચંદ ગાંધી , પ્રકાશક નવજીવન, છઠ્ઠી આવૃતિ જૂન 1940, કુલ પેઇજ 685, કિંમત એક રૂપિયો –પુસ્તકનો ઉપયોગ કર્યો છે.)