એને શું ખબર કે મને પ્રેમ તો એની આત્મા થી જ હતો એટલે મેં એની માગણી તો ભગવાન પાસે પણ નથી કરી.
એને જોવાની ઘેલછા હંમેશા એટલી બધી રહેતી કે હું હંમેશા પોતાને જ ભૂલી જતો,
પૂનમ ના ચાંદ સમાન એના ચહેરાનું તેજ વસંત ની ખીલેલી ગુલાબી સંધ્યા જેવું લાગતુ,
એના પગની ઝાંઝર નો અવાજ મંદિરમાં વાગતી આરતી સમાન લાગતો હતો,
એના આંખનુ કાજલ શબ્દભેદી બાણ છોડીને હંમેશા મને ઘાયલ કરી દેતું,
એને એનો અવાજ જાણે કૃષ્ણ ની બાસુરી સમાન હતો.
એ મારી કોઈ કલ્પના તો ન હતી, બસ એક મૃગજળ સમાન મિત્ર હતી.
~અનિલ