રીસામણા છે શબ્દ ના, કે ભાવ રિસામણા,
કહોને કોઈ , કોને મનાવે, આવા રિસામણા;
હકીકતમાં હક મેળવી લીધો છે, વાત સાચી,
ફરજ બજાવી ત્યાગી ને કરવાને મનામણાં;
ઊઠી તો જાય છે, મહેફિલ માં, શાને કારણે,
શમ્મા સંગતમાં સદા , પરવાનાના ઊઠામણા;
એક ના ડબલ કરવાની ચાહ છે, જેના દિલમાં,
દાઝ્યા પર ડામ નથી , લાલચમાં લોભામણા;
આનંદ ગજબ છે, સૂર સંગ તાલ લય ને છંદમાં,
મનોરંજન રંગતરંગો શબ્દ બન્યા છે સોહામણા;