સુખી જીવનના ઉપાયો.
૧) ૬૦ વર્ષ પછી છાતી પર પથ્થર રાખી જીવતા શીખી જ
જાવ.
૨) ઓછું બેલો... વધુ ચાલો.
૩) માંગ્યા વિના શિખામણ ન આપો.
૪) હૃદયના ઘા બધા પાસે ઉઘાડા ન કરો. બંધના ઘરમાં
“ફ્રસ્ટ એઇડ બોક્સ’ નથી હોતી.”
૫) સુકો રોટલો જે મળે તે પ્રેમથી ખાઓ; વિશ્વમાં કેટલાય
લોકો ભુખે ટળવળે છે.
૬) ‘ત્રેવડ ત્રીજો ભાઇ’યાદ રાખો; કરકસરથી જીવો.
૭) એકલા જીવતા શિખો: કાલ કોણે દીઠી? આપણી જોડી
ક્યારે પણ ખંડિત થાય.!
૮) પુસ્તક એ બીજો જીવન સાથી છે: વાંચનનો શોખ
અચુક રખો.
૯) જીવનમાં હકારાત્મક (પોઝીટીવ) ઉદ્દેશ રખો.
૧૦) વિધિના લેખ-નસિબ- એ મિથ્યા ભ્રમ છે; આપણો
સ્વભાવ જ આપણું નસિબ ઘડે છે..