#ભવ્ય
વળ વળ વાયે જકિયા,
અવસર અકિયા આણ,
મેલી જટાયુ મોકળી,
કોઈ જડધર ઉભા જાણ.
આવું "ભવ્ય" અને વિશાળ જંગલ , આ જંગલ માં એક ઋષિ તપ કરે,
ત્રણ ગામ નો તરભેટો અને એક નાનું ગામ આ ગામ નો એક ગોવાળિયો આ જંગલ માં ગાયું ચારવા જાય.
દરોજ આ માણસ ને જોવે કે આને જીવન માં કેટલું દુઃખ હશે,બિચારા ની હાલત તો જો કેવો ભગવાન ને રિઝવે છે,
ભગવાન પણ કઠોર છે આને સાંભળતો નથી , આમ દુઃખ ની વેદના થાય.
એક વરસ બે વરસ આમ વર્ષો વીતે છે, એક દિવસ એ ગોવાળ રિજે ચડે છે અને ભગવાન શિવ ને પ્રાર્થના કરે છે,
હે પ્રભુ..આ દુઃખી આત્મા ની ક્યાં સુધી પરીક્ષા લેશો, આવો અને આને દર્શન દો.
આ ગોવાળ ની પ્રાર્થના સાંભળી ભગવાન શિવ પ્રસન્ન થાય છે,કહે છે કે બોલ શુ જોય છે તારે, ત્યારે એ કે છે કે મારે કાઈ નથી જોતું પ્રભુ સામે જે તપ કરે એ સાધુ ને જે જોતું હોય એ આપો મારા થી એનું દુઃખ નથી જોવાતું એ રાત દિવસ , તડકા, ટાઢ માં તમારું ધ્યાન ધરે છે હું દરોજ ગાયો ચારવા આવું છું મારા થી આ નથી જોવાતું પ્રભુ.
અને પછી શિવજી એ તપસ્વી ને વરદાન અને આશીર્વાદ આપે છે.
આ વાર્તા નો તાતપર્ય એટલો જ કે જે વસ્તુ માં તમારો સ્વાર્થ હશે એમાં ભગવાન પણ નહીં સાંભળે,
જેમાં તમારો પરમાર્થ હશે એ ભગવાન ચોક્કસ સાંભળશે અને આવશે.
જેમ કે ઋષિ ના વર્ષો ના તપ કરવા સતાં ભગવાન ના આવ્યા અને ગોવાળ ના એક વાર કેવાથી શિવજી પ્રસન્ન થયા, ઋષિ નો સ્વાર્થ હતો અને ગોવાળિયા નો પરમાર્થ.
મરું પણ માંગુ નહીં ના ફેલાવું હાથ,
પરમાર્થ ને કારણે માંગતા ના આવે લાજ.
-એક વૃદ્ધ ((વડીલ) પાસે સાંભળેલી વાર્તા.