#દુકાળ
લઇ બેઠો હું કલમ કાગળ લખવા ની થઇ ઇચ્છા,
ખૂબ વિચાર્યું શોધવા કે લખુ હું ક્યાં વિષય પર.
છતાંય ન સુજ્યુ કંઈ લાગે પડ્યો દુકાળ વિચાર નો,
ત્યાજ થયો ઝબકાર કે લાવ લખું એજ દુકળ પર.
વિષય મળ્યો માહા મેહનતે તો શબ્દોના કાં સાસા!
આજેતો ન સ્ફુરી કોઇ સ્ફુરણા લાગે શબ્દનો પણ
દુકાળ!
છોડ હિરેન તારા શાંત મનમા આજ છે કાંકરીચાળા બહુ,
લાગે છે, તારે આજે તો છે શાંતિ નો પણ દુકાળ!!!