*વોટ્સએપ ગ્રૃપ ૨ દિવસ માટે બંધ કરોઃ કોરોના પર જોકસ શેર કરતાં પોલીસ કરશે કાર્યવાહી? સાચું શું છે?*
સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા વોટ્સએપ પર વાઈરલ થયેલ આ મેસેજને ખોટો ગણાવ્યો છે. અને તેઓએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવાં કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. એટલે કે આ મેસેજ ફેક છે. અને એક અફવાથી વધારે કાંઈ નથી. હા પણ તમને એ પણ જણાવી દઈએ કે, હાલ પોલીસ દ્વારા વોટ્સએપ, ટિકટોક સહિતનાં સોશિયલ મીડિયા માધ્યમો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોરોનાને લઈ કોમી વૈમનસ્ય ફેલાઈ કે અફવા ફેલાઈ તેવા મેસેજ પોસ્ટ કરવા બદલ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં લોકડાઉન સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા સંબંધી પણ ગઈકાલે ૧૨ ગુના નોંધ્યા છે અને આજ સુધી ૧૧૩ ગુનાઓ નોંધી ૧૯૮ આરોપીની ધરપકડ કરાઈ છે. અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવતા મેસેજ અને ભડકાવ લખાણના બે દિવસમાં ૪ ગુના દાખલ થયા છે.