ગઝલ / જાય છે.
રાત તો શું દિનમાં છોલી જાય છે,
માનવી માનવને તોલી જાય છે.
હું તને સાચો ગણી શકતો નથી,
તું કળાથી જૂઠ બોલી જાય છે.
આ ધવલ,લીલા કે ભગવા રક્તકણ,
ચેક કરતા , ભેદ ખોલી જાય છે.
આજ ઘરની વાત પાદરમાં મળી,
કોણ શેરી માંથી 'ઢોલી' જાય છે?
આખુ ફળિયું બ્હાર આવી જાય છે,
રોડ પર એક નાર ભોલી જાય છે.
દાન ઈશ્વરને નથી જે આપતા,
પક્ષીઓ ખેતરને ફોલી જાય છે.
સિદ્દીકભરૂચી.