કોઈ આવીને મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાનો પણ મજા....
કોઈ આવીને શોધશે એવી ખબર હોય તો
ખોવાઈ જવાની પણ મજા....
કોઈ આવીને હસાવશે એવી ખબર હોય તો
રડી જવાની પણ મજા....
કોઈ આવીને બોલાવશે એવી ખબર હોય તો
મૌન રહી જવાની પણ મજા...
કોઈ આવીને સાથે આપશે એવી ખબર હોય તો
સાથે જીવવા ની પણ મજા...
કોઈ આપણી ગલતી ને સહી કરશે એવી ખબર હોય તો
ગલત થઈ જવાની પણ મજા..
કોઈ આવીને ઠપકો આપશે એવી ખબર હોય તો
ઠપકો સાંભળવા ની પણ મજા...
અને છેલ્લે કોઈ જીવવા નું કહેશે એવી ખબર હોય તો
જીવી લેવાની પણ મજા...