યાદ તારી મન મહી રૈ જાય ના,
લાગણીઓ વાત આ કૈ જાય ના.
ભૂલવું છે? એક શરતે ભૂલ કે,
તે નિશાની ભીતરે દૈ જાય ના.
હું વસંત વર્ષ કશું, ચાહીશ નહિ,
ઋતુના પણ રૂપ તું થૈ જાય ના.
યાદ લીસોટા બનીને આવશે,
એ દુઆઓ પણ તું લૈ જાય ના.
હું ડરુ તેથી હૃદય ને સોંપતા,
આ દગો ફાડી મને ખૈ જાય ના.