Happy Friendship Day ??????????❤️????
બે શરીરમાં એક જ આત્માં છે દોસ્તી ..
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...
વડલાનાં ઝાડ થી ઓફિસની ખુરશી સુધી ,
ફાટેલી ચડ્ડી થી નવા બૂટ સુધી ...
દોડતા ખુલ્લા પગથી સ્ટાઈલિશ સૂઝ સુધી ..
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...
વાત વાતમાં ઝઘડવા થી એક ફોનની રાહ સુધી ..
બંક કરેલ ક્લાસ થી નોકરી ના આઠ કલાક સુધી ...
હોસ્ટેલ ના મજાક મસ્તી થી જીવનના એકાંત સુધી ..
સાથે પીધેલ "ચા" થી પિઝા બર્ગર સુધી ...
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...
એક્ઝામ ના દિવસોથી જીવનના અંત સુધી ..
પહેલી વાર મળ્યાં થી વિરહના અંત સુધી ..
આ વાંચીને યાદ આવેલ દોસ્તો સુધી ...
અખંડ અમર રહેનારી સમજણ છે દોસ્તી ...