: દુહો : મંદિરમાં સઘળાં મળે , સ્મશાન મળે એક મુક્તિ તણો એ દેવતા , ગિરજાપતિ મા દેવ ઈશ્વર તો સર્વવ્યાપી છે , તે કોઈ એક ચોક્કસ જગ્યાએ જ બંધાયેલ ન હોય છતાં પણ આપણે ઈશ્વરની આરાધના કરવા માટે મંદિરે જઈએ છીએ કારણ કે મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને મંદિરમાં તમામ દેવી - દેવતાની પુજા કરવામાં આવે છે પરંતુ સ્મશાને તો માત્ર એક શિવની જ પૂજા થાય છે કારણ કે , શિવ એ મુક્તિનો દેવ છે . શિવ આરંભ છે , શિવ અંત છે , શિવ અનંત છે . મનુષ્યનાં જન્મથી મૃત્યુ સુધી જો કોઈ દેવ સાથે રહેતો હોય તો તે એકમાત્ર શિવ જ છે . હર હર મહાદેવ . . .