"શોધ"
શોધ શોધ આ તે કેવી ભીતરની શોધ,
ફૂલોનો પથ પણ લાગે જાણે અંગાર ,
થયું કે સવાલ જ ન રહે તો પુરી થાઈ શોધ
પણ મોત સાથે એ સમે એવી હઠી તો
શોધની શોધ નો શું અર્થ ઠરે?
શ્વાસના ઉજાગરા કર્યા આ શોધ માટે,
પણ જાણ શું કે અજવાળાં તો અંધારે જ થાય,
ઇતિહાસના પાનામાં શોધ શું શું કરી ગઈ છે?,
શાંતિની શોધ યુધ્ધને અને
પ્રેમની શોધ વિરહમાં આપી ગઈ!!
શોધની શરત જ એ કે ક્ષિતિજનો અણસાર,
પણ હોઈ વાસ્તવિક દૂર આ નદીને આભ,
શોધ શોધ આ તે કેવી ભીતરની શોધ?