'તરંગ'નો સ્પર્શ : 10
ઘાયલ થયો હું આ જગથી,
લેવા નીકળ્યો કંઈક તો
હારયો હર પળ ,
તો ય પાછો ના પડ્યો
જાણ્યું કે નીકળીશ આપવા તો
મેળવીશ કુદરતથી કંઈક,
શું આપું ? વિચાર સિવાય નથી કાંઈ મારું
બન્યો તરંગી ને ખોવાયો મનના તરંગોમાં,
પામ્યો કે જીત-હાર તો જગ માટે,
મુજ માટે તપતા પથની મુસાફરી એ જ લક્ષ્ય!
તરંગની થપાટે વહેતો ને ઉડતો,
શું જાણ છે? તરંગ જ લક્ષ્ય બને!
બન તરંગી ને માર હલેસા આ દરિયામાં,
મળશે ખોવાયેલા રસ્તા ય સમુદ્રમાં!
ઘાયલ કોણ નથી અહીંયા?
બદલ નજર ને જો બદલાવ તારી નજરેથી,
તું બન તરંગી , પહોંચ તારા ઉદ્દભવે!
-'તરંગી'