'તરંગ'નો સ્પર્શ : 9
તું જાગ કહેરની રાત નજીક,
દે માત આ રાતને તું જાગ
ગળે સુધી ફાંસો આવ્યો
હવે તો તું જાગ!
ભંગાણ પડ્યા સપનાના સોપાને,
રહી ગયો સૂતો તો મોત છે પાસ
તું જાગ , બન જોગી ને તું જાગ!
તપતા સૂરજથી લાવવા ઉજાસ તું જાગ,
સોડ તાણી સુવાની ગઈ એ વય
હવે તો તું જાગ!
જાગતા જગ બદલાઈ ને
સુતા કાંઈ ન થાય
અપેક્ષા રાહ જોઈ ખડી
હવે તો તું જાગ!
હાથની રેખા બનતી બગડતી
જો વાળ તું મુઠ્ઠી તો,
ડર ને હંફાવ ને વહેતો થા દરિયા જેમ,
જોવુ છે પરિણામ તો
હવે તું જાગ!
-'તરંગી'