?મા તે મા બીજા બધા વગડાના વા' એ કહેવત આજે પણ એટલી જ સાચી છે. સાચે જ, માતાનુ સ્થાન લઈ શકે તેવી બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે જ નહી. શાસ્ત્રમાં પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે, અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે છે. દુનિયામા એક મા જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. બાળકો માટે પ્રેમ અને કાળજી એજ એનુ જીવન છે. માતાને બે છોકરા હોય કે દશ બધાને માટે સરખો પ્રેમ હોય છે. આમ તો આપણી ભારતીય સંસ્કૃતીમાં દરરોજ મધર – ડે હોય છે. મોટાભાગના ઘરોમાં બાળકો દરરોજ ઉઠીને માતાને પગે લાગતા હોય છે. તો ઘણી વખત પરીક્ષા હોય, ઈન્ટર્વ્યુ માટે જતા હોય અથવા તો કોઈ પણ સારા કામ માટે બહાર જાય તો માતાને પગે લાગી આર્શિર્વાદ મેળવીને બહાર જાય આદર્શ ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ છે.?