બધાં પોત પોતાના રસ્તાઓ પર નીકળી પડયાં,
લાગે છે બધાં સપનાંઓની પાછળ દોડી પડયાં,
ખબર નથી મંજીલની આગળ જતાં શું મળશે,
પણ છે ઘણીય ઈચ્છાઓની પાછળ દોડી પડયાં,
વેરાન બન્યાં, બન્યાં કોઈ સુકા તો કોઈ હરિત,
એકબીજાને મળ્યાં નહીને સ્મરણો દોડી પડયાં,
દોડો મંજીલને મેળવવા પણ રાખો બધાનો સાથ,
જેટલું મળે એજ સંતોષવા કોઈતો દોડી પડયાં...
મનોજ નાવડીયા