# વીતેલી ક્ષણ...
તારી સાથે વિતાવેલ એ ક્ષણ...
મારી યાદો ની આ વાત ને કંડારી આજ...
સમય એ પાછો લાવને ચાલ ત્યાં જઈએ...
અધૂરી કોઈ વાત હોય પુરી કરીયે...
ફૂલો થી રંગબેરંગી છલકાતો એ બાગ...
તોય તારી કાતિલ નજર કેમ હટે નહીં...
જો આંખ તારી પલકારો ચુકી ગઈ...
ઝળઝળિયાં આંખ માં પણ આંખ કેમ ચોર બની...
સહુ કેરી નજર મને શરમાવે આ તારી નજર જરા હટાવને..
જો જો કેવા સરસ ડુંગર આ, ને એના પર ફૂલ વારા આ ઝાડ
કેમ ક્યાંય જોઇશ નહીં તું મને જ નીહાળીશ...
તારી આ આંખ તરબોળ થશે આમ....
થાક થી એ નિસ્તેજ થશે માની જા ને પ્રેમી મારા...
નદી માં સહુ બેઠાં હાથ પકડી મને પણ લઈ જાને....
નાવ ને હું પગે થી હલેશા મારીશ તને પણ તરબોળ કરીશ...
જો જો કેવું ઠંડુ આ પાણી તારા મુખ પર છાંટ્યું...
તારી આંખ માંથી આંસુ બની વહ્યું નજર ને જુકાવને...
હું ને તું બસ અહીં જ છીએ આ ક્ષણને જીવને...
સમય આ લાવને તારી આંખો માં કેદ થવું છે...
જો જો શરમાળ બની ગયો, ક્યાં ગયો...
ઓહો હો હો આ કરમદા બહુ ભાવે ક્યાં થી લઈ આવ્યો...
ચાખી ને ના આપ મને, જીવતાં જીવ ના માર...
મારાં પગ લૂછીશ તું ક્યાં થી આવ્યો મને દુનિયા બતાવને...
તારી દુનિયામાં લઈ જા ને...
તારા જેવો પ્રેમ તને આપું...
એ સમય મળી જાય..
એ સમય હું જીવું લઉં...