#KAVYOTSAV -2
આંદામાન ના શાંત, કુદરતી વાતાવરણ માં સહજ રચાયેલી પ્રેરક રચના:
મારા પરિવારના અમે સભ્યો ચાર,
ફરી આવ્યા આંદામાન-નિકોબાર
હું, પત્ની, દીકરી અને દીકરો,
ખૂબ મઝા કરી, છોડી સૌ ફિકરો
એક દિ ત્યાંના રમણીય ટાપુ વચાળ,
દીકરી ના મનમાં એક ઉદભવ્યો વિચાર
કહે મને પપ્પા, આપો એક ઉત્તર,
આ ટાપુ છે જેમાં, એ કયો સમુદ્ર?
દિકરો છે તેઝ, કહે બંગાળ ની ખાડી,
પણ દિકરી ની વાતે, મનમાં ઉત્પાત્ત મચાવી
ભૂગોળ ની દ્રષ્ટિએ દિકરો હતો સાચો,
પણ પાણી આ ક્યાંનું એ કેવી રીતે માપો?
ગડમથલ માં હું પહોંચ્યો દરિયા કિનારે,
મનની અશાંતિ, દિલમાં તરંગો જગાવે
જોઈ મારા હાલ, સૌ માછલી થઈ ભેગી,
આવી મારી પાસે, મને સાચી વાત કહેતી
હિંદ મહાસાગર કે બંગાળ ની ખાડી,
શું ફરક પડશે, સૌના ખારા છે પાણી
જળ એજ જીવન, ને સંતોષ નું સુખ,
રહીએ અહીં કે ત્યાં, ના અમને કોઈ દુઃખ
ના કોઇ પાસપોર્ટ, ના જોઈએ વીઝા,
જળચર ના જીવ, ના પૈસા ના ખીસ્સા
ના કોઈ ઈચ્છા, નથી કોઈ ટેન્શન,
જલસા ની જીંદગી, નથી ડિપ્રેશન
વાત એમની સાંભળી, ના રહ્યા કોઈ સવાલ
વ્યાપી નીરવ શાંતિ કેમકે જડી ગ્યો જવાબ
અદ્દભુત આ કુદરત, ને અમૂલ્ય છે ધરતી,
બાદબાકી ને ભાગાકાર માં ના વેડફાય આ સૃષ્ટિ.
પૃથ્વી છે ગોળ, ના એને કોઈ ખૂણા,
પરમ નિરાકારની દ્રષ્ટિમાં ના ઉતરીએ ઊણા.
-----મોક્ષેશ શાહ ??