#MORALSTORIES
૪. માતાજીનું હાચ
પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો ગાડી ધડામ અવાજ સાથે રોડની બાજુમાં ઊભા કરેલા ટ્રક નીચે ઘુસી ગઈ. ગાડીનો આકાર ટીપાઈ ગયેલા ટીનના ડબલા જેવો થઈ ગયો અને તેની અંદર રહેલાં આઠ જણનું ત્યાં જ મોત થઈ ગયું.
લોકો ભેગા થઈને અટકળો કરવા લાગ્યા. થોડી જ વારમાં મરનારા લોકોનો કોઈ સગો પણ ત્યાં આવી પહોચ્યો અને રડતાં-રડતાં બોલવા લાગ્યો. “ આખુ કુટુંબ બાધા કરવા જઈ રહ્યું હતું ને આ શું થઈ ગયું? હે કુળદેવી મા, અરે રે! આ શું થઈ ગયું?”
દબાઈ ગયેલી ગાડીને જોઈ રહેલા લોકોમાંથી એક બોલ્યો, “ જબરુ કે’વાય ! આઠ જણાં મરી જ્યાં; ગાડી દબાઈને રોટલો થૈ જઈ પણ ગાડીમાં રહેલા માતાજીના મંદિરન ઊની આંચ પણ ના આઈ! જબરુ હાચ કે’વાય માતાજીનું.”