એક શ્રીમંત વૈષ્ણવ નો રોજ નો નિયમ કે દરિયા કિનારે ફરવા જાય ,ચાલતા અષ્ટાક્ષર નું રટણ કરતા જાય.
એ ચાલે ત્યારે રેતી માં એમના પગલાં સાથે બીજા પણ બે પગલાં ની છાપ ઉમટે, અને એમને અનુભૂતિ થાય કે પ્રભુ મારી સાથે જ ચાલે છે.
સમય બદલાયો ને દુઃખ ના દાડા આવ્યા,
પણ એમણે નિયમ ન બદલ્યો ,
રોજ પ્રમાણે દરિયા કિનારે ગયા અને અષ્ટાક્ષર બોલતા જાય,
પણ એમના ધ્યાન માં આવ્યું કે આજે બીજા બે પગલાં ની છાપ નથી ઉમટતી,
મનોમન જ બોલ્યા : પ્રભુ સૌ છોડી ને ગયા, તમે પણ સાથ છોડી દીધો ?
ત્યારે પ્રભુ નો સ્વર સંભળાયો :
વ્હાલા વૈષ્ણવ,જે પગલાં ની છાપ તને દેખાય છે તે મારી છે.
વૈષ્ણવે વિચાર્યું તો મારા પગલાં ની છાપ ક્યાં ?
ત્યારે પ્રભુ એ કહ્યું : આજે તને મેં મારા ખભે બીસાડી દીધો છે ,જેથી તને કષ્ટ ન પડે.
એટલે તારા પગલાં ની છાપ નથી દેખાતી.