માનવીની આકૃતિને પ્રકૃતિમાં એકતા સધાય તોય ઘણું.
નામે માનવ માનવતા એના વર્તને આચરાય તોય ઘણું.
વાતો થાય છે સઘળે સંસ્કૃતિની જાળવણી કરવાનીને,
અરે! ખાલી વિકૃતિ વિચારમાંથી ચાલી જાય તોય ઘણું.
શ્રેષ્ઠ સર્જન છે માનવ એ ઇશનું તોય નિરાશા ઉચ્ચારે,
ઇશ આરાધતાં પુન: માનવતા પ્રગટી જાય તોય ઘણું.
નથી જરુરત કૈં અંબર આંબવાની મનુજને કર્તવ્ય થકી,
ધરા પર રહીને પ્રયત્નબળે નંદનવન સરજાય તોય ઘણું.
તાતી આવશ્યકતા છે એક થઈને નેક બનવાની આપણે,
મતભેદને મનભેદની દીવાલો પરસ્પર ન ચણાય તોય ઘણું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '