વહાલા મિત્રો,
આવોને રમીએ હોલી હોલી,
મનગમતા મિત્રોની લઇ ટોલી, આવોને....
સ્નેહ નો સફેદ રંગ શાંતિ ચાહક છે,
સત્કમૅનો કેસરી રંગ શૌયૅનું પૃતિક છે.
ઈર્ષા ને મારો ગોલી ગોલી આવો ને રમીએે.......
લહેરી લાલા બની લઇ એ લાલ રંગ,
હરિયાળી જોઈ કહિયે સહુ લીલા રંગ,
હ્રદયનાં દ્વાર નાખીએ ખોલી ખોલી, આવોને...
પીળા રંગ પીતાંબર પ્રિતમને સોહતા,
સુયૅ , ચંદ્ર સદા વાદળી માં મોહતા,
આનંદ ,કિલ્લોલની "હેમલ"ભરીલે જોલી, આવો..