તમે ચાંદ છો,દાગ ના લાગે એ ખબર રાખું છું
ખરૂ પૂછો તો આપનું જ એક ધ્યાન રાખું છું.
ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓ
છતાં અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.
દિલફાડીને આપ ચાહો છો બેશુમાર મને
દોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.
છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છું
માણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.
શબ્દ શર છે તલવાર છે ને તારણહાર છે
'અશ્ક' કેટલાંક શબ્દોને એટલે મ્યાન રાખું છું.
©અશ્ક રેશમિયા...!