શત શત નમન કફન શિર પર બાંધી જનારને.
શત શત નમન કુરબાની દેશકાજે આપનારને.
ધન્ય છે જનની જેની કૂખે અવતર્યા સપૂતો,
શત શત નમન માભોમ કાજે ખપી જનારને.
અદ્ભૂત છે ત્યાગ એનો કલમ પણ હારતી,
શત શત નમન ભારત રક્ષવા કુટુંબ તજનારને.
બક્ષી સલામતી દેશને આહૂતિ પ્રાણની દઈ,
શત શત નમન જાનની પરવા નહીં કરનારને.
દેશ કરજદાર છે એ વીર સપૂતોની શહાદતે,
શત શત નમન માનવ જન્મને ઊજાળનારને.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.