*રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,*
*કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;*
*ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.*
*એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,*
*એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;*
*કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.*
*એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,*
*એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;*
*લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની*
.................................................................
*આજે ઝવેરચંદ મેઘાણીની કવિતાના શબ્દો યાદ આવી ગયા .. અશ્રુભીની તમામ સપૂતોને મારી શ્રદ્ધાંજલિ ... ??*