એક પ્રશ્ન મને હંમેશા સતાવે છે
ઘણીવાર ફોનની ગેલેરી જોતી વખતે,તારા ફોટા જોતા તને જેટલું મીશ કરુ છું,શું તું પણ મને એટલાે જ મીશ કરતી હોઈશ?
જ્યારે પણ ટાઈપીંગ કરતી વખતે,તારો ફેવરીટ ઈમોઝીશ ને જોઈને આપણી જુની વાતો,જેટલી મને યાદ આવે છે,
એટલી શું તને પણ યાદ આવતી હશે?
જ્યારે પણ જમવા બેસતી હોઈશ,તો એક-બીજાને ‘બરાબર જમી લેજે’ કહેતા હતાં,શું તને એ યાદ હશે?
રાતના સમયે સુતા પહેલા,આપણી ૩વાગ્યાસુધીની વાતોને યાદ કરીને,શું તું પણ મારી જેમ જાગ્તી હોઈશ?
કોઈ વાર તું પણ મારી જેમ,બધું યાદ કરીને પોતાને જ આવા પ્રશ્નો પુછતી હોઈશ?
શું તું પણ મને હજીઈ પ્રેમ કરતી હોઈશ?કે પછી એક સ્વપ્ન સમજીને ભુલી ગઈ હોઈશ? ???
તારી ખૂબ જ યાદ આવે છે ..