આજે એક હજાર નો ગેસ સિલિન્ડર ખરીદનાર પોતાની જાત ને બુદ્ધિમાન સમજે છે,
અને લાકડા બાળી ખાનાર ને તુચ્છ લાચાર અને પ્રદુષિત લોકો સમજે છે.
ફૂટપાથ પર થેલો લગાવી વાસણ કપડાં રમકડાં વેચનાર,લોભી લાગે છે,અને શાનદાર Ac વાળી સોળે શણગારેલી દુકાન તમને વ્યાજબી લાગે છે,કેમ ત્યાં કોઈ મોટો જગ પ્રસિદ્ધ કલાકાર વેચવા બેઠો છે??
જે લોકો જે પ્રકાર નું જીવન જીવતા હોય એમને એ પ્રકાર નું મળવું જરૂરી છે,તમે મોટા પગારદાર હોય તો તમારા શોખ મોટા હોવા જરૂરી છે,પણ તમારા એ શોખ થી કોઈ ગરીબ નું ઘર ચાલતું હોય તો મહેરબાની કરી થોડી ખરીદી ત્યાં પણ કરો,જે વસ્તુ તમને hi fi દુકાન માં મળે છે,એવી વસ્તુ ત્યાં પણ મળે છે ફર્ક એજ છે કે ત્યાં પડી પડી ધૂળ ખાઈ ગઈ હોય થોડી પણ સાફ પણ થઇ જાય ઘરે જઈ ને.
મોંઘવારી ને સામે થી આમંત્રણ ના આપો કે તમારે પણ શોખ પુરા કરવા ના ફાંફાં આવી જાય,ગરીબ નું શું એતો આજે પણ એવો છે કાલે પણ એવો જ હશે,ફર્ક તમને પડશે જયારે ખિસ્સા ખાલી હશે.
સમજો વાત ને સમય બદલાતા વાર નથી લાગતી
????આભાર????