*સાગર*
પાળતો રહ્યો, પોષતો રહ્યો,
અસંખ્ય જીવ નો આશરો બનતો રહ્યો,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
મોટા મોટા જહાજોનો ભાર ખમતો રહ્યો,
મોટા વહેણો થી જહાજોને આગળ ધપાવતો રહ્યો ,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
કિંમતી મોતી, ખનીજ પણ આપતો રહ્યો ,
અસંખ્ય લોકોને રોજગારી આપતો રહ્યો,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
વિનાશ વેરતી નદી ને પણ અપનાવતો રહ્યો,
અગણિત વસ્તુ પણ ભીતર સમાવતો રહ્યો,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
પ્રેમીઓના સંભારણા માં આવતો રહ્યો,
બાળકોને, વડીલોને કિલ્લોલ કરાવતો રહ્યો,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
પરિવાર નો મોભી બની ઈચ્છાઓ
પોષતો રહ્યો,
એના માટે અંદર અંદર ઘૂંટાતો રહ્યો,
તોય સાગર ખારો જ
કહેવાતો રહ્યો...!!!
સળંગ ત્રીજા દિવસે પણ મારી રચના ગુજરાતી રસધારા સ્પર્ધા માં બીજા સ્થાન પર રહી...!!!
It's a Hat trick...!!!