શું હતું તે શ્યામ રંગ ની આંખો માં
તેની એક નજર થી દિલ
હજી પણ ધબકારો ચૂકી જાય છે..
શું હતું તે નટખટ સ્મિત માં
હજી પણ તેના એક સ્મિત થી
દિલ ધાયલ થઈ જાય છે...
શું હતું તે ઘુંટાયેલા સ્વર માં
હજી પણ તેનો સ્વર સાંભળવા
દિલ આતુર થઈ જાય છે..
શું હતું તેની સાથે વીતાવેલી ક્ષણો માં
હજી પણ તે ક્ષણો ફરીથી જીવવા
દિલ વ્યાકુળ થઈ જાય છે..
શું હતું તે વ્યક્તિ માં
લોકો ની ભીડ વરચે પણ દિલ
તેના વગર એકલું પડી જાય છે..