લાગે જ્યારે સાથે તારી હોવ ત્યારે એવું
મધ વાળા ફુલ પર બેસેલા ભમરા જેવું
અડે અજાણતા જ્યારે જણાય એવું
ચેહરા પર પડતાં વરસાદના ટીપાં જેવું
આવતી તારા માંથી એ સુગંધનું એવું
નવા ચોમાસા ની ભીની માટી જેવું
હાથમાં હાથ પરોવીને ફરવું લાગે એવું
ઊડતા જેમ પંખી ટોળા માં ખોવાઈ જેવું
વાતો વાતોમાં તારુ ભેટવું એવું
દરીયો તોફાની ઊગતો સૂરજ ઓઢે જેવું
મારી સાથે તારૂ હોવું એવું
કાળીયા આકાશ માં પુનમ ના ચાંદ જેવું
પણ હોવુ સપનું તારુ મારી આંખે એવું
ક્યારેય ના મળતા ક્ષિતિજના ભુમી-આભ જેવું