જોવ હું રુખ તારો જ્યારે,
ઊણપવાન લાગે આ ચાંદો ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
પ્રતિબિંબ બતાવે દર્પણ જ્યારે,
મુજ મા પણ દેખાય તું ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
ભુલુ બધુ સાથ હોય તું જ્યારે,
હોય તું જ ના હોય તું ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
મળ્યા છે તારા સ્પર્શો જ્યારે,
જાગ્યો પંપાળતા રાતો ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
વિચારુ ભવિષ્યકાળ જ્યારે,
હાથમા હોયજ તારો હાથ ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
સંભળાય નામ 'પ્રેમ' જ્યારે,
છબીઓ તારી જ દેખાય ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે
લખાય અહીંયા શબ્દો જ્યારે,
સારાંશ હોય તું જ ત્યારે
પણ કે'વુ નથી કોઈને અત્યારે