આજ આશ્વાસન અપાય એને ચૌ દિશાથી છે
તો શરીફોની ભીડના મા એ શેતાન ક્યાં છે ?
દેશ ની મારી સંસ્કૃતિ મા તો સ્ત્રી ભગવાન છે તો
ઘરમા પણ ભગવાનથી ઘેરાયેલો એ નાસ્તિક ક્યાં છે ?
કે'તા તા એ કે વાંક એ ટુંકા કપડા નો છે
પેર્યા શરીરે ગુરખા તોયે એની સલામત ક્યાં છે ?
વાંક જો એ ફરતી રાત્રે યુવતીઓ નો છે
તો દુધપીતી બાળકી એકલી ઘરની બાર ક્યાં છે ?
હા અહિયા હિંદુ મુસલીમ શિખ ઈસાઈ છે પણ
ઘર ની મા બેનને ભુલતી હવસ નો ધરમ ક્યાં છે ?
હા કવ છું હું જ કે રાવણ સારો છે કેમકે
રાક્ષસ હતો કુળથી તોયે સીતા સલામત ત્યાં છે
'બેટી બચાવો બેટી પઢાઓ' નારો નામનો જ છે
સમજણ હોય બેટાઓ મા તો એ કામનો જ ક્યાં છે