#કાવ્યોત્સવ
જો મને મારા બાળકને ફરી ઉછેરવાની તક મળે... તો હું તેના તરફ આંગળી ચીંધવાનું ઓછું કરું અને તેની આંગળી વધારે વાર પકડું...
હું કચકચ ઓછી કરું ને કાળજી વધારે લઉં. ઘડિયાળ પરથી નજર હટાવી તેના ચહેરાને માણું. તે જે ન જાણતો હોય તેની પાછળ પડવા કરતાં તેને પોતાને જાણવાની કોશિશ વધારે કરું... તેને વધારે ફેરવું... તેની સાથે પતંગો ઉડાડું... તેને ગંભીર રહેવાનું ન કહું પણ ગંભીરતા પૂર્વક રમવાનું કહું... તેની સાથે ખેતરોમાં દોડું અને તારાઓ ગણું... વઢું ઓછું ને વહાલ ઝાઝું કરું... કઠોર થવાને બદલે દૃઢતાથી તેને આધાર આપું... તેનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવાનું પહેલાં વિચારું ને ઘર બાંધવાનું પછી... શક્તિશાળી થવા, ને પ્રેમ કરવા કરતાં પ્રેમની શક્તિને જાણવાનું શીખવું...