સાહિલ જૂહુના દરિયા કિનારે ફરી રહ્યો હતો ત્યાં જ એની નજર કિનારે બેસી રંગીન છીપલા માંથી કલાત્મક કૃતિ ઓ બનાવતા બે ભાઈ-બહેન પર પડી.
કૃતિઓ ખરેખર ખૂબ સુંદર અને આકર્ષક હતી ,તેણે કિમંત પૂછી તો 200 રૂપિયા, તેને કિંમત વધુ લાગી તે આગળ વધીને જવા લાગ્યો તો નાની બહેને તેને 100 રૂપિયામાં તે આપવાની તૈયારી દર્શાવી.
કેમ કે ઘરે બીજા બે નાના ભાઈ અને અપંગ બાપ સાંજે ખાવાનું મળશે એ આશા એ ભુખ્યા પેટે બેસી રહ્યા હશે.
સાહિલે તૈયાર થયેલી બધી જ કૃતિ ઓ નજીવી કિંમતે ખરીદી લીધી.
અઠવાડિયા પછી અખબારમાં ન્યૂઝ ચમક્યા કે બિઝનેસમેન સાહિલ શાહ દ્વારા જાતે બનાવેલ કલાત્મક કૃતિ ઓ નું એક્ઝિબિશન રખાયું જેમાં હજારો રૂપિયાની કિંમતી કૃતિઓ જોવા મળી.