Englosh phobia :- અંગ્રેજી ભાષાનો ડર....
------------------------------------
ફોબિયા એટલે કે 'એવો ડર જેનાથી આપણે ડરવાની જરુરત નથી, એમ છતાં આપણને ડર લાગે છે.'
મારી જેમ ઘણા લોકો અંગ્રેજી ભાષાથી 'માનસિક ડર' અનુભવતા હશે,હકીકતમાં એનાથી ડરવાની કોઈ જરુરત નથી.
સ્પીપામાં shri.V.R.S.COWLAGI sir એ કીધેલું કે, 'અંગ્રેજી ભાષા સાથે પ્યાર ના કરો તો કોઈ વાંધો નહીં,પરંતુ આજના સમય મુજબ દોસ્તી તો કરી જ લેવી જોઇએ.....
-----------
== >અંગ્રેજી ભાષાથી ડર શા માટે લાગે છે?
1)આપણને ગુજરાતીમાં વિચાર આવતા હોઈ, મગજમાં અંગ્રેજી ભાષાનું પ્રથમ ભાષાંતર કરવું પડે છે, જેના કારણે આ પ્રક્રિયા મગજમાં ઝડપથી ન થવાના લીધે ડર લાગવા લાગે છે....
2)આપણી આસપાસનું વાતાવરણ માતૃભાષામાં હોવાના કારણે બાળપણથી મારા જેવા વિધાર્થીઓ અન્ય ભાષા સમજવામાં અસહજતા અનુભવે છે.
3)અંગ્રેજી ભાષા શીખવાની શરુઆત જ આપણે 'અંગ્રેજી વ્યાકરણ' થી કરવા લાગીએ છીએ. જેના કારણે વ્યાકરણના ચક્રમાં ફસાતા જઈએ છીએ..
(જેમ તરતા શીખવું હોય, તો પાણીમાં ડુબકી મારવી જોઈએ,આપોઆપ હાથ-પગ ચલાવતા શીખી જઈ તરવૈયો બની જશે.)
-----------
અંગ્રેજી ભાષાનો મારો ફોબિયા તો દુર થઈ ચુક્યો છે અને દોસ્તી પણ થઈ ગઈ છે... હવે પ્યાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છું......
==>ડર કઈ રીતે દૂર થયો???
1)youtube પર 'englishtoday' કરીને એક ચેનલ છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. (શરત એ છે કે તમને સામાન્ય અંગ્રેજી આવડતું હોવું જોઈએ.)
Learn English conversation - English Today Beginner Level: >http://www.youtube.com/playlist?list=PLjPWtACbY0xlKUBEFrZKfALxTS8hHwWEt
2)આજકાલ ઈન્ટરનેટના માધ્યમથી ઘણુંબધું સરળ અંગ્રેજીમાં વાંચવાનું મળી રહે છે. આથી મેં સ્ટોરીબુક વાંચવાની શરુઆત કરી. (સરળ અને જલ્દી સમજાય જાય એવી વાર્તાઓ)
3)ફિલ્મો જોવાનો શોખ હોવાથી 'Amazone prime' જેવા માધ્યમોથી તમિલ,તેલુગુ જેવા ફિલ્મો 'english subtitle' સાથે જોવાના શરુ કર્યા...
4)અંગ્રેજીમાં લખવાનો મહાવરો... જેના માટે નિબંધો લખ્યા હતા. (અંગ્રેજી શીખવા 'લખાણ' સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.)
5)અંગ્રેજી શીખવાની નિયમિત રુપથી પ્રેક્ટિસ કરતી રહેવી....
'PRACTICE MAKES PERFECT'
'AFTER A LONG TIME OF PRACTICING, OUR WORK WILL BECOME NATURAL, SKILLFUL, SWIFT AND STEADY'
THANK U.. ☺️
~કિશન મેવાડા
પાલીતાણા
-------------------
મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN