કેટલું સરળ છે
-!સૌને ગમી જવું, !-
અનિચ્છાએ પણ
સદા નમી જવું!
સ્વજનોની વાતે વળી
મમત શીદ?
ખોટું હોય તો પણ
ખમી જવું!
માનસ સહજ છે ,
ગુસ્સો આવે તો ,
સહેજ જ તપી જવું,
પછી તુરંત જ શમી જવું!
હરેક વાત સાચી હોવી
જરૂરી નથી હંમેશા
લાગણીઓથી સહેજ
રમી જવું !
તમારા અભિપ્રાયના શા મોલ ?
બોલ્યા વગર બસ મલકી જવું!
સાવ હશે મામૂલી વાત એની,
તો'ય આશ્ચર્યથી ચમકી જવું !
ના ગમે કોઈ વાત,તો
કાંઇ નહિ,
ધીરેક થી ત્યાંથી
સરકી જવું !
બસ આવડી જાય જો આટલું,
તો સાવ સરળ છે,
-! સૌને ગમી જવું !-