Quotes by dhruti rajput in Bitesapp read free

dhruti rajput

dhruti rajput

@dhrutirajput123


તારા માં તો હજારો નદીઓ સમાય જાય તું તો સાગર સમાન, હું તો માત્ર એક ઝરણું મારી તાલાવેલી તને કેટલી....

સરળ છે કંઈ પોતાના જ વ્યક્તિઓ સાથે પોતાના માટે જ લડવું....

આ આંખોની ભીનાશ બતાવે છે મિત્ર કે પ્રેમની ભીનાશ કંઈક વધારે રહી હશે.....💫

સંગમ કંઈક એવો થયો છે દુઃખ નો કે સુખ પણ હવે સુખ ક્યાં લાગે છે ભેરુ....

તુ મળે મને એકવાર.....

તુ મળે મને એકવાર તો કહું ને કે ઘાવ કેવા લાગ્યાં છે ,
  મારા શબ્દોમાં તું મારું દર્દ ક્યારેય નહી પામી શકે .
 
તું મળે મને એકવાર તો કહું ને કે રાત તારા વિના કેવી વીતી
મારી વાતોમાં તું મારો વિરહ ક્યારેય નહી જોય શકે.

તું જો મળે મને એકવાર તો કહું ને યાદો કેવી સતાવે છે ,
મારી આંખોમાં તું મારો પ્રેમ ક્યારેય નહી અનુભવી શકે.

તું બસ મળે મને એક વાર તો કહું ને કે આત્મા વિના નો જીવ કેવો હોય ,
મારા શ્વાસમાં પણ તું મારો અહેસાસ નહિ પામી શકે.

તું મળે મને એકવાર તો કહું ને કે તારા વિના ની જીદગી કેવી હોય,
મારા જવાબોમાં પણ તું તને નહિ શોધી શકે ......

:- ધૃતિબા રાજપુત

Read More

કેટલીક ફરિયાદો એ એવી વાતો હોય જેને કહેવાનો મોકો માણસ યા તો સમય એ આપ્યો ન હોય .....

હવે આમ વળી વળી ને ના જોઈશ તે જ કહ્યું હતું
કે ક્યારેય પાછળ વળી ને નહીં જોવ..

: ધૃતિ રાજપૂત

તું અને તારી વાતો.....

મારા દરેક હારેલા અને જીતેલા કદમ માત્ર તારી જ તરફ વળવાના છે ,

મારી આંખો ની સામે આવેલ દરેક સ્વપ્ન તારા સાથ ની સાથે જ સંપૂર્ણ થવા ના છે ,

મારા ધરેલા દરેક પ્રશ્નો ના જવાબ માત્ર તારા થકી જ સંકેલાવા ના છે ,

મારા જીવન માં આવેલ પ્રેમ ની ભાષા માં માત્ર તું જ અલંકાર રેવા નો છે ,

મારી સાથે જોડાયેલી દરેક લાગણી નો છેલ્લો ઉપસંહાર માત્ર તારો જ સાથ હોવા નો છે....

:- ધૃતિબા રાજપૂત

Read More