Quotes by RAHUL VORA in Bitesapp read free

RAHUL VORA

RAHUL VORA Matrubharti Verified

@rahuvoragmail.com174503
(30)

મારી પ્રથમ નવલકથા "એક હતી કાનન..." ને વધાવી લેવા બદલ મારા સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.Team Matrubharti" કે જેણે મારી નવલકથા ને સ્થાન આપ્યું તેનો ખાસ ઋણી રહીશ.
માતૃભારતી ના વાચકમિત્રો કે જેણે મારા પ્રથમ પ્રયત્ન ને દિલથી વધાવ્યો તે સર્વેનો હૃદયપૂર્વક આભારી છું
સમગ્ર વાર્તા દરમિયાન મને "ધૈર્યકાન્ત" નું લેબલ ચિપકાવી રાખનાર અને કંટ્રોલ માં રાખનાર અર્ધાંગિની કાલિન્દી એ મારી પ્રથમ વાચક તરીકેની ભૂમિકા નિભાવી.
હું લેખક છું એટલે ગુજરાતી ભાષા પર મારું પ્રભુત્વ છે એવો "ફાંકો" સાયન્સ સ્ટુડન્ટ રહેલી મારી પુત્રી જલજા ધોળકિઆ એ પ્રૂફ માં અને કન્ટેન્ટ માં ઘણી બધી ભૂલો કાઢી ઉતાર્યો.
મારી વાર્તા ની સપોર્ટ સિસ્ટમ સમાન મારી મોટી બહેન માતંગી,દીકરીને જીવની જેમ સાચવી ને બેઠેલા જમાઈ રિપલ અને ભુજ ખાતેની "લોકલ દીકરી" એન્જલ ધોળકિઆ નો આભાર.
આમ તો મૂળ ત્રીસ વર્ષ પહેલાં લખાયેલી આ નવલકથા માં ઘણા બધાં નું પ્રોત્સાહન સંકળાયેલું છે.પણ આ નવલકથા ની પ્રેરણામૂર્તિ કે જે અત્યારે સંપર્ક માં નથી એવાં "ક્રાન્તિ દીપ" નો ખાસ ખાસ આભાર કે જેણે પોતાની જીવન કિતાબ નાં થોડાં પાનાં ખોલી મને લખવા માટે દિશા ચીંધી.
ફરી એક વાર સર્વે પ્રોત્સાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
- રાહુલ વોરા

Read More

મારી ધારાવાહિક નવલકથા "એક હતી કાનન..."ના
વાચકમિત્રો નો તથા સ્થાન આપવા બદલ માતૃ ભારતી નો આભાર.🙏

સ્ત્રી અને જિંદગી

આગની જ્વાળાના ભળભળાટમાં,
ફાંસીના ગાળિયાના તરફડાટમાં,
અને પાણીમાં ડૂબતી આંખોના પ્રશ્નાર્થમાં.
ઓસરતાં અરમાનો અને નંદવાતાં સ્વપ્નોએ
પૂછ્યો એક પ્રશ્ન.
મારી જિંદગીની કિંમત કેટલી?
બસ,સોનાં-ચાંદીનાં ઘરેણાં જેટલી?
#Women
- રાહુલ વોરા

Read More

માતૃભારતી ના વાંચકોનો ખૂબ ખૂબ આભાર.

મારી ધારાવાહિક નવલકથા "એક હતી કાનન..."નું એક અવતરણ.

કાનન એટલે ગોળમટોળ ચહેરો.
કાનન એટલે થોડા કર્લી વાળ,
કાનન એટલે ચંચળ આંખો.
અને કાનન એટલે સદાય હસતો ચહેરો.

Read More

મારી નવલકથા 'ઍક હતી કાનન...' નું એક અવતરણ

"જગન્નાથપુરીનાં બે સ્વરૂપ.મંદિર આસપાસનો એરિયા યાત્રાધામ અને મંદિરથી જેમ જેમ દરિયાકિનારા તરફ જાઓ એટલે પ્રવાસધામ. આમ જગન્નાથપુરીનાં બે સ્વરૂપ અને બંને પોતપોતાની રીતે વિશિષ્ટ. દરેક જનરેશનને આકર્ષે એવું સ્થળ એટલે જગન્નાથપુરી. મંદિરમાં જગન્નાથજીનું એક રૂપ જોવા મળે જયારે દરિયાકિનારે બીજું.”

Read More

મારી નવલકથા "એક હતી કાનન...." નું એક અવતરણ

ન ટોળું, ન ભીડ,
ન કોલાહલ સૂત્રોનો.
જઈ રહી છે ડ ઘુઓના સહારા વિના.
અરે, અહીં તો શબ પણ છે નિ: શબ.
આ છે મારી સ્મશાનયાત્રા.
માત્ર મારી સ્મશાનયાત્રા.

Read More